કચ્છમાં વાદળો બન્યા વિલન, સૂર્યગ્રહણ ન જોઈ શક્યા લોકો - Kutch solar eclipse
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7709858-777-7709858-1592732241515.jpg)
કચ્છ: 21 જૂનના રોજ સૂર્યગ્રહણ જોવાનો લહાવો માણવા માટે કચ્છના લોકોએ આતુરતા દાખવી હતી, પરંતુ કચ્છમાં રવિવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હોવાથી જિલ્લાભરમાં ક્યાંય પણ સૂર્યગ્રહણ જોવા મળ્યું ન હતું. ભુજના અનેક વિસ્તારમાં યુવાનોએ ધાબા પર, માર્ગોપર તેમજ ખુલ્લી જગ્યા પરથી પોતાની પાસેના પુરતા સાધનો સાથે સૂર્ય ગ્રહણ જોવાનો પ્રયાસ કર્યો હતો. આકાશમાં સવારથી જ વાદળો છવાયેલા રહ્યાં હોવાના કારણે ક્યાંય પણ સૂર્યગ્રહણ જોવા મળ્યું ન હતું, જેને પગલે લોકોમાં નિરાશા જોવા મળી હતી.