નો કોરોના અપડેટ ફ્રોમ પોરબંદરઃ જિલ્લા વહીવટી તંત્ર આંકડા આપતા જ ભુલી ગયું - નો કોરોના અપડેટ
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા કોરોના સંક્રમણ રોકવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. મીડિયા કોરોના સામે જાગૃતિ ફેલાવામાં મહત્વપૂર્ણ કામગીરી બજાવે છે, તેમજ લોકોને કોરોના સંક્રમણની સતત અપડેટ આપતું રહે છે. આવામાં તારીખ 13 ઓગસ્ટ ગુરૂવારના રોજ જિલ્લા વિકાસ કમિશનર એમ.જે. ઠક્કર પોરબંદરની મુલાકાતે આવ્યા હતા. વિકાસ કમિશનર સાથે કોરોનાની ચર્ચામાં વ્યસ્ત પોરબંદર વહીવટી તંત્રના અધિકારીઓ કોરોનાના આંકડા મીડિયા સમક્ષ રજૂ કરવાનું ભુલી ગયા હતા. સરકાર અને લોકો વચ્ચેનું માધ્યમ મીડિયા છે, પરંતુ મીડિયાને કોરોનાના પોઝિટિવ દર્દીઓ અંગેની માહિતી આપવામાં આવી ન હતી.