નવનિયુક્ત સુરત પોલીસ કમિશ્નરે પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરી - dashera celebrate in surat police
🎬 Watch Now: Feature Video

સુરતઃ દેશભરમાં વિજયા દશમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત ખાતે નવનિયુક્ત પોલીસ કમિશ્નર આર.બી બ્રહ્મભટ્ટે પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરી હતી. કમિશ્નરે વૈદિક પરંપરાગત રીતે શાસ્ત્રોક્ત વિધિથી હથિયારોની પૂજા કરી આરતી ઉતારી હતી. પ્રજાની સુરક્ષા માટે ઉપયોગી થતા હથિયારોની પૂજા કરીને નવનિયુક્ત પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટે શુભેચ્છા પાઠવી હતી. આ પૂજામાં કમિશ્નરની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.