'મહા' વાવાઝોડાને પગલે તંત્ર સતર્ક, NDRFની ટીમ ભાવનગર આવી પહોંચી - ભાવનગર ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
ભાવનગર: 'મહા' વાવાઝોડું આગામી દિવસોમાં પોતાનો કહેર ગુજરાતના દરિયાકાંઠે વરસાવી શકે છે ત્યારે આવી વિષમ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સાબદુ બન્યું છે. ત્યારે આજે કલેકટરના આદેશને પગલે NDRFની ટીમ રાત્રીના 1 કલાકે ભાવનગર આવી પહોંચી છે. મહા વાવાઝોડું ભાવનગર, મહુવા,જાફરાબાદ, દીવ, દ્વારિકાના દરિયાકાંઠે તબાહી મચાવી શકે છે. ત્યારે રાજ્યસરકાર દ્વારા અગમચેતી પૂરતા પગલાં ભરવામાં આવી રહ્યા છે. ખાસ આવી સ્થિતિમાં NDRFની ટીમો બહાદુરીપૂર્વક પોતાની ફરજ બજાવી લોકોનું રક્ષણ કરે છે . ત્યારે જિલ્લા કલેકટરના આદેશને પગલે વડોદરાથી NDRFની 25 યુવાનોની ટુકડી રાત્રીના 1 કલાકે ભાવનગર આવી પહોંચી હતી.જે સવારે કલેકટરના આદેશને અનુસરી પોતાની ફરજ પર તૈનાત થશે અને જ્યાં સૌથી વધુ વાવાઝોડું પ્રભાવિત કરી શકે તેવા વિસ્તારમાં રવાના કરવામાં આવશે.