જામનગરમાં લાખોટા નેચર ક્લબના સભ્યએ એક સાથે ત્રણ "રૂપસુંદરી"નું રેસ્ક્યુ કર્યું - સર્પ બચાવની કામગીરી કરતી સંસ્થા
🎬 Watch Now: Feature Video

જામનગર: સર્પ બચાવવાની કામગીરી કરતી સંસ્થા લાખોટા નેચર કલબના સભ્ય આનંદ પ્રજાપતિને દરેડ GIDC ફેસ-3માંથી કોલસાના ગોડાઉનમાં સર્પ જોવા મળ્યા છે. તેવો ફોન આવતા તેઓ તરત જ સ્થળ પર જતા એક સાથે ત્રણ રૂપસુંદરી સાપ જોવા મળ્યા હતા. તેને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી સફળતાપૂર્વક બચાવ કરી અને કુદરતને ખોળે મુક્ત કરવામાં આવ્યા હતા. જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં રૂપસુંદરી સાપ સામાન્ય રીતે બધે જ જોવા મળે છે.