રાજકેટમાં PM મોદીના જન્મદિન નિમિતે વિવિધ કાર્યક્રમનું આયોજન - narendra modi birthday news
🎬 Watch Now: Feature Video
રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે દેશમાં ઠેર ઠેર અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટમાં પણ મહાનગરપાલિકા દ્વારા શહેરના આજીડેમ ખાતે સૌની યોજના અંતર્ગત આવેલા નર્મદાના નિરના વધામણાં, વૃક્ષારોપણ તેમજ નીરની આરતી સહિતના અનેકવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ સાથે જ આજીડેમ ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાન પણ ચલાવાયું હતું. કાર્યક્રમમાં CM વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલી રૂપાણી સહિત મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યમાં જોડાયા હતા.
Last Updated : Sep 18, 2019, 3:11 PM IST