મોડાસામાં યોજાનારી 38મી રથયાત્રા મોકૂફ રખાઈ - Modasa's 38th rath yatra
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ કોરોના કહેર વચ્ચે દેશના તમામ ધર્મ સ્થાનો બંધ કરી દેવામાં આવ્યા છે, ત્યારે હવે એક પછી એક તહેવારો પણ પ્રભાવિત થઇ રહ્યા છે. દેશમાં અને રાજ્યમાં અષાઢી બીજ નિમિત્તે નીકળનારી રથયાત્રા પર કોરોનાની અસર જોવા મળી રહી છે. આ વર્ષે 23 જૂનના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાનારી છે. અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં દર વર્ષે ભગવાન જગન્નાથ યાત્રાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાતા હોય છે. જો કે, આ વર્ષે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિએ 37 વર્ષથી નીકળતી રથયાત્રા ન યોજવાનો નિર્ણય લીધો છે.