વાપીમાં મોબાઈલ સ્નેચર્સને પોલીસે ઝડપી પાડ્યા - GIDC Police Station
🎬 Watch Now: Feature Video
વલસાડઃ વાપી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બાઇક પર આવતા 2 યુવકો રસ્તામાં મોબાઈલ ફોન પર વાત કરતા લોકોના મોબાઈલ ખેંચી ફરાર થઈ જતા હતા. ત્યારે મંગળવારે પણ બાઇક પર આવેલા યુવકોએ ભડકમોરા વિસ્તાર અને અન્ય વિસ્તારમાં લોકોના મોબાઈલ ખેંચી ભાગ્યા હતા. જેમાં સ્નેચર્સ રવિપ્રકાશ શર્મા નામના વ્યકિતનો પણ મોબાઈલ ખેંચી ભાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મંગળવારે એક જ દિવસમાં અલગ-અલગ વિસ્તારમાં અંદાજિત 6 જેટલા રાહદારીઓ, બાઇક ચાલકોના મોબાઈલ ઝૂંટવાયા હતા અને મોબાઈલની ફરિયાદ GIDC પોલીસ મથકમાં નોંધાઇ હતી. તે જ અરસામાં મોબાઈલ સ્નેચર્સને બાઇક સમેત પોલીસે દબોચી લીધા હતા.