કૃષિ પ્રધાનના અધ્યક્ષ સ્થાને કિસાન સંઘની યોજાઇ બેઠક, પડતર પ્રશ્નો બાબતે થઇ ચર્ચાઓ - Meeting of Kisan Sangh chaired by Minister of Agriculture

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 19, 2022, 8:27 PM IST

ગાંધીનગર : રાજ્યમાં ઘણાં સમયથી ભારતીય કિસાન સંઘના અનેક પડતર પ્રશ્નો રહેલા છે, જે અંતર્ગત આજે રાજ્યના કૃષિ પ્રધાનના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. વર્ષ 2019-20 ના પાક વીમાની રકમ ચુકવણી બાબતે, રાજ્યમાં 5 જિલ્લાના ખેડૂતોને હજી પાક વીમાની રકમ ચુકવાઈ નથી, ટેકાના ભાવમાં દર વર્ષે 10 ટકા વધારો આપવા બાબતે રજુઆત કરવામાં આવી હતી. આઈ-ખેડૂત પોર્ટલની વિસંગતતા દૂર કરવા બાબતે પણ ચર્ચા થઈ હતી. કૃષિપ્રધાને જણાવ્યું હતું કે, તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે, ભારતીય કિસાન સંઘ અને સરકાર વચ્ચે કોઈપણ પ્રકારના મતભેદ ન હોવાનું નિવેદન પણ આપ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.