મોરબીઃ માળિયા તાલુકા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા - મોરબી કોંગ્રેસ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 26, 2020, 10:11 PM IST

Updated : Jul 26, 2020, 10:43 PM IST

મોરબીઃ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામાં આપ્યાં હતાં. જેથી હવે ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકોમાં પેટા-ચૂંટણી યોજાવાની છે. આ પેટા-ચૂંટણી અગાઉ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવા લાગ્યા છે. રવિવારે માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આર.કે.પારેજીયા, જિલ્લા કોંગ્રેસ ઉપ-પ્રમુખ વિક્રમસિંહ જાડેજા, માળીયા તાલુકા પંચાયતના 2 સભ્યો સહિત કુલ 60 આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે આઈ.કે. જાડેજા, સૌરભ પટેલ, મોહન કુંડારીયા, મગન વડાવીયા, રાઘવજી ગડારા, મેઘજી કંઝારીયા, બ્રિજેશ મેરજા, કાંતિ અમૃતિયા, પ્રદીપ વોરા, જયંતિ કવાડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
Last Updated : Jul 26, 2020, 10:43 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.