છોટાઉદેપુરઃ ઉમરવા ગામમાં દીપડાએ હુમલો કરતા 5 વર્ષીય બાળકનું મોત - વન વિભાગ
🎬 Watch Now: Feature Video
છોટા ઉદેપુરઃ જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઉમરવા ગામે બે ભાઈઓ ઘરની બહાર રમી રહ્યા હતા, તે દરમિયાન અચાનક દીપડા એ હુમલો કર્યો હતો. ઘાયલ બાળકને બચાવવા માટે 108ને ફોન કરવામાં આવ્યો હતો. જો કે, 108 સમયસર ન આવતા બાઇક પર પાવીજેતપુર લઇને જઈ રહ્યા હતા. જે દરમિયાન વંશનું મોત થયું હતું. આ ઘટનાની જાણ છોટા ઉદેપુર વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા હતા. ઉલ્લેખનિય છે કે છોટાઉદેપુર જિલ્લામાં 90 જેટલા દીપડા છે. જિલ્લામાં દિપડા પર હુમલા થવાની ઘટના છાસવારે બનતી રહે છે.