ગાંધીનગર(પરેશ દવે): રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ એ વર્ષ ૨૦૨૫ - ૨૬નું બજેટ રૂ. ૩,૭૦,૨૫૦ કરોડનું બજેટ રજૂ કર્યું છે. ગૃહમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ એ બજેટ રજૂ કરતા કહ્યું કે, ગુજરાત દેશભરમાં સુ શાસન સૂચકાંકમાં પ્રથમ ક્રમે છે.
રાજ્ય દેશમાં માથાદીઠ આવક સને રોજગારી આપવામાં અગ્રેસર છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. દેશની જમીન ના માત્ર ૬ ટકા અને દેશની વસ્તી ન ૫ ટકા હિસ્સો ધરાવે છે. દેશની કુલ GDP માં ગુજરાતનું યોગદાન ૮.૩ ટકા છે. ગુજરાત સરકારની નીતિ ઓ મેક ઇન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ વિઝન ને મજબૂત બનાવે છે.
રાજ્યમાં ગરીબો માટે કલ્યાણ યોજના
આ બજેટમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના નાગરિકો માટે આવાસ, અન્ન સુરક્ષા, પોષણ ને અગ્રીમતા આપી છે. આ બજેટ ની મહત્વ ની જોગવાઈ માં ગરીબોને વધુ ત્રણ લાખ આવાસ આપવાની છે. પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અંદાજે ૭૫ લાખ કુટુંબોને વિના મૂલ્યે અનાજ અપાશે. નાગરિકો ન પોષણને અગ્રીમતા આપવા ગત વર્ષ કરતા ૨૧ ટકા વધારા સાથે રૂ. ૮,૨૦૦ કરોડની જોગવાઈ કરેલી છે.
રાજ્યમાં પઢાઈ ભી, પોષણ ભી ના ધ્યેય સાથે રાજ્યની ૩૨,૨૭૭ શાળાઓમાં કુલ ૪૧ લાખ વિધાર્થીઓ ને લાભ મળશે.બાળકોના પોષણ અને વિકાસ માટે રાજ્યની આંગણવાડી યોજના માટે રૂ. ૨૭૪ કરોડ ફાળવ્યા છે. શ્રમિકોના કામના સ્થળે સુવિધા માટે ૨૦૦ કરોડ ફાળવ્યા છે. રાજ્યના દિવ્યાંગો માટે સંત સૂરદાસ યોજના હેઠળ રાજ્યના ૮૫,૦૦૦ દિવ્યંદજનો ને વાર્ષિક ૧૨ હજારની સહાય અપાશે. રાજ્યની IIT ને અપગ્રેડ કરવા રૂ. ૪૫૦ કરોડની જોગવાઈ કરેલી છે. રાજ્ય સરકારે સર્વિસ ક્ષેત્રે i -
બજેટમાં યુવા માટે વિશેષ ભાર મુકાયો છે
રાજ્યની કુલ વસ્તી માં ૩૬ ટકા વસ્તી યુવા છે. રાજ્યમાં યુવાઓ ને વિવિધ શિષ્યવૃતિ માટે કુલ ૪,૨૮૭ કરોડની જોગવાઈ કરી છે. યુવાનો ને ઉચ્ચ અભ્યાસ માટે વિવિધ ૧૦ જિલ્લામાં ૨૦ સ્થળોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બંધાશે જેનાથી ૧૩,૦૦૦ થી વધુ વિધાર્થીઓને તેનો લાભ મળશે. રાજ્ય સરકારે અમદાવાદ ખાતે i - Hub અને i - Create થકી સ્ટાર્ટઅપ માટે અનુકૂળ વાતાવરણ સર્જાય એ માટે રાજ્યના ચાર વિસ્તારમાં i - Hub ની સ્થાપના કરાશે ગુજરાત રાજ્યના યુવાનો માટે રોજગારીની નવી તક નિર્માણ માટે ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સ નીતિ અમલમાં મૂકી છે, જેનાથી ૫૦,૦૦૦ નવી રોજગારીનું સર્જન થશે રાજ્યના લઘુ, માધ્યમ અને મોટા ઉદ્યોગ સાથે સ્ટાર્ટઅપ એકમો માટે ૩,૬૦૦ કરોડની જોગવાઈ કરી છે.