ભાવનગર: ક્રિકેટ આજે ભારતમાં દરેક લોકોની પહેલી પસંદ બની ગઈ છે. નાનપણથી મોટા ભાગના બાળકો ક્રિકેટર બની ભારતીય ટીમમાં સ્થાન મેળવવાનું સપનું જોતાં હોય છે. એવામાં બાળકોનુ કૌશલ્ય ઓળખીને તેના માર્ગદર્શક (કોચ) તેમને આગળ વધવાનું પ્રોત્સાહન આપે છે. આ માર્ગદર્શકો અંડર - 14 અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડીઓની સ્થિતિને સમાન સમજે છે. તે માટે આજથી 50 વર્ષ પહેલા ભાવનગરમાં અંડર - 14 સુરેન્દ્ર રશ્મિ કપનો પ્રારંભ થયો હતો જે આજે પણ ખેલાડીઓને ક્રિકેટર બનવાની તક આપે છે.
50 વર્ષ પહેલાં સુરેન્દ્ર રશ્મિ કપનો પ્રારંભ:
ભાવનગર ભરુચા ક્લબના સભ્ય અને ક્રિકેટર હર્ષકાંતભાઈ ચૌહાણે જણાવ્યું કે, 'સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબમાં છેલ્લા 60 વર્ષથી મેમ્બર છું અને જુનો ક્રિકેટર પણ છું. અમે લોકો આ સુરેન્દ્ર રશ્મિ ટુર્નામેન્ટ જ્યારે સ્વર્ગસ્થ એન સી બાપા અને મારા પિતા એટલે સુરેન્દ્રસિંહજી ગોહિલ અને તેમના મિત્ર રશ્મિકાંત ચૌહાણના નામથી આ ટુર્નામેન્ટ રમાડીયે છીએ. બંને જુના ક્રિકેટરો આ ક્લબના મેમ્બર્સ હતા, માટે તેમની યાદમાં વર્ષ 1975 માં મેં અને નરેન્દ્રસિંહ બાપાસિંહે આ ટુર્નામેન્ટ શરૂઆત કરી હતી.

બહારની ટીમો બાદ અંડર - 14 માટે કર્યું આયોજન
આ ટુર્નામેન્ટમાં પહેલા બહારની ટીમોને પણ આમંત્રણ આપવામાં આવતું હતું, અને ભાવનગર વાસીઓને ખૂબ જ સારી મેચો જોવા મળતી હતી. વર્ષ 2000 બાદથી અહીં માત્ર સ્કૂલ લેવની મેચનું આયોજન થાય છે. એટલે દરેક સ્કૂલના નાના નાના છોકરાઓને અને ભાવનગરના ભાવિ બાળકો સારી એવી ક્રિકેટ રમે અને તેમને નેશનલ ક્રિકેટરોને જેટલું પ્રોત્સાહન મળે એ આપવા માટે અમારો આશય છે, અને આ ટુર્નામેન્ટ અમે દર વર્ષે અંડર14 સ્ટુડન્ટ માટે રમાડીએ છીએ અને ખૂબ જ આનંદથી બધા વિદ્યાર્થીઓ દરેક સ્કૂલ તેમના ટીચરો અને માબાપો બધા ભાગ લે છે જોવે છે આનંદ કરે છે અને ભાવનગરમાં એક ઉગતી પેઢીને આ શાળામાં સારામાં સારો પ્રોત્સાહન આપે એવો આશય છે.

આંતરાષ્ટ્રીય સ્તરની તાલીમ:
સુરેન્દ્ર રશ્મિ કપ ટુર્નામેન્ટમાં 21 જેટલી શાળાની ટીમોએ ભાગ લીધો છે. ત્યારે કેપીએસ શાળાની ટીમના કોચ જીતેન્દ્રભાઈ પાટીલે જણાવ્યું હતું કે, "ભરુચા ક્રિકેટ ક્લબ દ્વારા ભાવનગરના નવયુવાનો અને બાળકો માટે આ ટુર્નામેન્ટ (સુરેન્દ્ર રશ્મિ કપ) ખૂબ સારી તક છે. મને યાદ છે કે આ ટુર્નામેન્ટ લગભગ 18 થી 20 વર્ષથી રમાતી આવે છે, જ્યાં 10 વર્ષથી લઈને 14 વર્ષ સુધીના બાળકો અહીં આવી આંતરાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ મેળવે છે. નેશનલ ક્રિકેટ રમવા માટેનું પહેલી પગથિયું ઘરેલુ ક્રિકેટ જ હોય છે."

અંડર - 14 માં વધુ તાલીમની જરૂર:
જીતેન્દ્ર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, "બાળકોને તક મળે અને આવું પ્લેટફોર્મ મળે તો એ પોતાનું કૌશલ્ય દાખવી શકે છે. અંડર - 14 લેવલના જે પ્લેયર હોય તો એ નોર્મલી એવી કોઈ સ્પેસિફાઇડ કૌશલ્ય ધરાવતા હોતા નથી. એક્ઝામ્પલ ક્રિકેટની અંદર કહીએ તો કોઈ એમ કહે હું ટોપ ઓર્ડર બેટ્સમેન છું કે હું મિડલ ઓર્ડર બેટ્સમેન છું, કે હું રાઇટર મીડિયમ પેસ બોલર છું કે લેગ સ્પીનર છું આ બધા બાળકોમાં બધી જ પ્રકારના કૌશલ્ય હોય છે."

આગળ જતાં ખેલાડીઓની રમતમાં બદલાવ આવે છે:
ખેલાડીઓ અંડર 14 માંથી અન્ડર - 16 માં આવે ત્યારે તેમનો સ્ટ્રોંગ હેન્ડ કોચ અથવા માર્ગદર્શક હોય છે . નાનપણમાં 12 કે 14 વર્ષે બાળકો જ્યારે ક્રિકેટ રમવા મેદાન પર ઉતરે ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે, શરૂઆત માં બાળક બેટ્સમેન તરીકે રમતો હોય પણ અન્ડર 16 લેવલે તે સારો બોલર ક્લિક થઈ જતો હોય છે. એવા ઘણા ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ છે જેમ કે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ જેમણે રાઈટ અર્મ લેગ સ્પિનર તરીકે ઇન્ટરનેશનલમાં પદાર્પણ કર્યું હતું પણ ત્યારબાદ સારા એવા બેટ્સમેન તરીકે એમને તેમને ખૂબ નામના કમાઈ. તો આ લેવલે આ એક સારી તક મળે છે.
ખેલાડીઓને ડોમેસ્ટિક લેવલે જ ઘણી સારી તક મળે છે, જેમ કે રણજી ટ્રોફીમાં પોતાનુ સારું કૌશલ્ય બતાવી ઇન્ટરનેશનલ લેવલે તેમને ટીમમાં સ્થાન મળે છે. હાલ ચેમ્પિયન ટ્રોફી 2025 ચાલી રહી છે કોણ કહી શકે કે આજે આ બાળકો અહીંયા રમે છે આવનારા બે પાંચ વર્ષની અંદર આમાંથી જ કોઈક બાળક ચેમ્પિયન ટ્રોફીનો ભાગ બને?
આ પણ વાંચો: