સુરત: રાંદેર પોલીસે 31 વર્ષ જૂના ચોરીના કેસમાં આરોપીની ધરપકડ કરી છે. 1995માં રાંદેર સ્થિત મહાવીર પેટ્રોલ પંપમાંથી રૂ.51,000ની ચોરી કરવાના મામલામાં આરોપી શિવ બહાદુર ઉદયપાલ રાજપુત ત્રણ દાયકાથી ફરાર હતો. જેને મહાકુંભમાં સ્નાન કરીને દિલ્હી જતો રહ્યો હતો, જ્યાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
31 વર્ષથી ફરાર હતો આરોપી
રાંદેર પોલીસને બાતમી મળી કે, 31 વર્ષથી ફરાર આરોપી શિવ બહાદુર ઉદયપાલ રાજપુત કુંભમેળામાં પાપ ધોવા ગયો છે. પોલીસની ટીમે કુંભમેળામાં તપાસ શરૂ કરી. પરંતુ આરોપી ત્યાંથી દિલ્હી જતો રહ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત તપાસ દ્વારા આરોપીના હાલના ફોટા અને મોબાઈલ નંબર મેળવ્યા. આ બાદ પોલીસે એક સિક્યુરિટી કંપનીના નામે આરોપીને વધુ પગારની લાલચ આપી. જ્યારે તે નોકરી માટે મળવા આવ્યો ત્યારે તેને પકડી પાડવામાં આવ્યો. આરોપી છેલ્લા 31 વર્ષથી અલગ-અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને રહેતો હતો.
પેટ્રોલ પંપમાં ચોરી કરી હતી
આરોપ પ્રમાણે, ચોરીની ઘટના સમયે શિવ બહાદુર પેટ્રોલ પંપ પર સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. એક રાત્રે તે ઓફિસમાંથી રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હાલમાં ઝડપાયેલી આરોપીને સુરત લાવીને રાંદેર પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. તેની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે પણ તપાસ ચાલી રહી છે.

કુંભમાં સ્નાન કરવા ગયો અને દિલ્હીથી પકડાયો
સુરત શહેરના ACP, બી.એમ ચૌધરીએ આ અંગે જણાવ્યું હતું કે, રાંદેર પોલીસ સ્ટેશનમાં આશરે 31 વર્ષ પહેલા ઋષભ પેટ્રોલ પંપની ઓફિસમાં વોચમેન તરીકે કામ કરતા એક ઈમસે લોકરની ચોરી કરીને રૂ.51000 લઈને જતો રહ્યો હતો. તે અંગેનો ગુનો જે તે સમયે 31 વર્ષ પહેલા દાખલ થયો હતો. તેની તપાસ રાંદેર પોલીસ કરતી હતી. અગાઉ પણ આ આરોપી નાસતો-ફરતો હતો. પોલીસે આ કેસનો અભ્યાસ કર્યો અને આરોપી યુપીનો હોવાથી મહાકુંભમાં આવે તેવી શક્યતાના આધારે જૂના અને નવા ફોટો તૈયાર કરીને તપાસ કરી હતી. જેના આધારે પોલીસને આરોપી મહાકુંભ જવાનો હોવાની બાતમી મળી હતી. તેના આધારે પોલીસની ટીમ મોકલી, વોચ રાખીને આરોપીને પકડીને અટકાયત કરી લીધી છે.
આ પણ વાંચો: