ગોધરા શહેરમાં CCTV થકી બાજ નજર, 250થી વધુને ઈ-મેમો આપ્યો - news in Godhra
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6392457-930-6392457-1584083837343.jpg)
પંચમહાલ: જિલ્લાના વડા મથક ગોધરામાં નેત્રમ યોજના હેઠળ 296 CCTV કેમેરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે. આ CCTV કેમેરા ગુનાની કડી શોધવામાં મદદરૂપ થઈ રહ્યાં છે. તેમજ પોલીસ વિભાગ પણ નાગરિકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેવી અપીલ કરી રહ્યાં છે. જેમાં 15 ફેબ્રુઆરીથી અત્યાર સુધી 250 થી વધુ વાહન ચાલકોને ઈ મેમો આપવામાં આવ્યો હતો. તેમજ પોલીસે 12 જેટલા ગુનાઓ પણ આ CCTV કેમેરા થકી ઉકેલી નાખ્યા છે. વધુમાં આ કેમેરાઓ ટ્રાફિકની પરિસ્થિતિ પર નજર રાખી શકે છે.