કચ્છીઓને અપીલ ઘરમાં રહો સાવચેત રહો, નહિતર તંત્રની કડકાઈનો સામનો કરો - Appeal to the Kutch people Be careful in the house

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 23, 2020, 4:25 PM IST

કચ્છ : વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના સામે લડવા માટે ભારત સરકાર સહિત તમામ સ્તરેથી થયેલા પ્રયાસો અંતર્ગત કચ્છ જિલ્લાને આગામી 25મી માર્ચ સુધી લોકડાઉનની સ્થિતિમાં રાખી દેવામાં આવ્યું છે. ગઈકાલે જનતા કરફ્યૂની સફળતા બાદ સવારથી જાણે કે લોકોએ માત્ર એક દિવસ પૂરતુ જ સમજણ અને સાવચેતી સ્વીકારી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ અનેક લોકો ઘરની બહાર કામ વગર નીકળીને તંત્રની ચોક્કસ સૂચનાઓનું સરેઆમ ભંગ કરી રહ્યા હોય તેવુ ખુલ્લેઆમ જોવા મળ્યું હતું. આ તકે તંત્રએ અપીલ કરી છે કે, લોકો આ લોકડાઉનની સ્થિતિમાં તંત્રને સહકાર નહીં આપે તો તંત્ર ચોક્કસ કડકાઈ સાથે તેનો અમલ કરાવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.