દ્વારકાધીશ મંદિર પરીસર જન્માષ્ટમીની રાત્રે પ્રખ્યાત સાહિત્ય કલાકાર કિર્તીદાન ગઢવીના સ્વરથી ગુંજી ઉઠશે
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકાઃ યાત્રાધામ દ્વારકા ખાતે જન્માષ્ટમી 2020ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા લોકોના આરોગ્યની ચિંતાની સાથે-સાથે લોકોનું ધાર્મિક મનોરંજન પણ જળવાઈ રહે તેવા હેતુથી બુધવારના રોજ દ્વારકાધીશ મંદિર પરિસરમાં પ્રખ્યાત સાહિત્યકાર કિર્તીદાન ગઢવીનો સંગીતનો કાર્યક્રમ યોજાશે. દર વર્ષે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે દ્વારકાધીશ મંદિર પરિસરમાં દ્વારકાધીશના હાલરડા અને ગોપી ગીતના કાર્યક્રમો યોજાય છે. જે પૂજારી પરિવારની બહેનો દ્વારા યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે લોકોના આરોગ્યની ચિંતા હોવાને કારણે તંત્ર દ્વારા લોકો પોતાના ઘરે બેસીને કાળીયા ઠાકુરના ગીત ગાય અને નિહાળી શકે તે માટે દ્વારકાધીશ મંદિર પરિસરમાં પ્રખ્યાત ભક્તિ કલાકાર કિર્તીદાન ગઢવીનો સુંદર મજાનો કાર્યક્રમ યોજાશે. જે દ્વારકાધીશ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા તેની વેબસાઈટ ઉપર લાઈવ પણ લોકો નિહાળી શકશે. ભગવાન દ્વારકાધીશના લાઇવ દર્શન કરવા માટે આપેલ લિંક દ્વારા દર્શન કરી શકાશે. http://www.dwarkadhish.org/