જામનગરના કલેકટર અને કમિશ્નર સતીષ પટેલે GIDC ઉદ્યોગ એકમોની લીધી મુલાકાત - કોરોના વાઈરસ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
જામનગર:કલેકટર રવિશંકર અને કમિશ્નર સતિષ પટેલએ GIDC જામનગર અને GIDC દરેડ વિસ્તારમાં આવેલ જય ઈન્ટરનેશનલ તેમજ શિવ ઓમ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ કંપનીની મુલાકાત લીધી હતી. કલેક્ટર અને કમિશ્નરે કંપનીઓમાં થતી બ્રાસપાર્ટની કામગીરી નિહાળી તેમજ કંપનીની સમીક્ષા કરી હતી. હાલ લોકડાઉનના સમયમાં શરતી છૂટછાટો સાથે જામનગરમાં અનેક ઉદ્યોગો શરૂ થયા છે, ત્યારે મંજૂરી મેળવેલ કાર્યરત ઉદ્યોગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગની જાળવણી અને સેનિટેશન વગેરેની વ્યવસ્થાઓની ચકાસણી કરવાના હેતુથી કલેકટર અને કમિશનરે ઉદ્યોગોની મુલાકાત લીધી હતી. સાથે જ શ્રમિકો સાથે વેતન, કામના કલાકો, રહેવાની અને જમવાની સવલત વિશે વાતચીત કરી હતી. આ મુલાકાતમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા અને ચીફ ફાયર ઓફિસર બિશ્નોઈ ઉપસ્થિત રહ્યાં હતા.