પોરબંદરમાં આવેલ મચ્છી માર્કેટને રીનોવેશન ન કરાતા વેપારીઓમાં રોષ - રીનોવેશન
🎬 Watch Now: Feature Video

પોરબંદર: શહેરમાં વર્ષોથી આવેલ જુની મચ્છી માર્કેટની સ્થિતિ એટલી ખરાબ છે કે, અહીં રાખવામાં આવતી મચ્છી બગડી જાય છે અને પરિણામે વેચાતી ન હોવાથી વેપારીઓને આર્થિક નુકસાન વેઠવું પડે છે અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિક વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે અને તંત્રને તાત્કાલિક મચ્છી માર્કેટ રિપેર કરવા માગ કરી છે. પોરબંદર શહેરમાં આવેલ જુની મચ્છી માર્કેટમાં 300થી વધુ વેપારીઓ અને લોકો મચ્છી વેચી ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ મચ્છી માર્કેટને વ્યવસ્થિત રીતે રીનોવેશન કરી યોગ્ય કરવામાં આવે તેવી માગ વેપારીઓમાં ઊઠી છે.