જુનાગઢના ધાર્મિક, ઐતિહાસિક અને સરકારી શાળાઓમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી - JND
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ શુક્રવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર દેશની સાથે વિશ્વના કેટલાક દેશોમાં પણ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શુક્રવારે જૂનાગઢમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મોતીબાગ, ઉપરકોટ, દામોદર કુંડ, મહોબત મકબરો, સરદાર પટેલ ડેમ, ગિરનાર પર્વત સહીત શહેરની વિવિધ શાળા અને કોલેજોમાં પણ યોગ કરીને લોકોએ યોગ દિવસની ઉજવણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014થી સમગ્ર દેશની સાથે વિશ્વાના દેશોમાં યોગ દિવાસની ઉજવણી કરવામાં આવી રહી છે જેને શુક્રવારે 6 વર્ષ પૂર્ણ કરી રહી છે.