જામનગરના ધ્રોલ પાસે સઘન ચેકીંગ, બહારથી પ્રવેશતા લોકો પર બાજ નજર - જામનગરમાં ધ્રોલ પાસે સઘન
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7651781-753-7651781-1592383679248.jpg)
જામનગરઃ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિવસે-દિવસે વધતી જાય છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ધ્રોલ પાસે આવેલી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અન્ય શહેરો તેમજ રાજ્યમાંથી આવતા લોકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓને સાથે રાખી તમામનું થર્મલ સ્ક્રીનીંગ પણ કરવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લામાં હાલ 92 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંના મોટાભાગના કેસ અમદાવાદ તેમજ મુંબઈથી આવેલી વ્યક્તિઓના છે. બહારથી જામનગર જિલ્લાની બોર્ડરમાં પ્રવેશતા વ્યક્તિઓની તમામ વિગતો પણ લેવામાં આવી રહી છે.