ETV Bharat / state

કચ્છમાં દુર્લભ મનાતો હેણોતરો દેખાયો, વન વિભાગના ટ્રેપ કેમેરામાં પહેલીવાર કેદ થઈ તસવીર, જુઓ - CARACAL CAPTURED ON CAMERA

હેણોતરો ખૂબ શરમાળ પ્રકૃતિનું પ્રાણી છે જે ભાગ્યે જ જોવા મળતું હોય છે. મુખ્યત્વે આ પ્રાણી ઘાસિયા-શુષ્ક અર્ધશુષ્ક ઝાંખરાવાળા જંગલોમાં રહેતું હોય છે.

હેણોતરો ખૂબ શરમાળ પ્રકૃતિનું પ્રાણી છે
હેણોતરો ખૂબ શરમાળ પ્રકૃતિનું પ્રાણી છે (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 15, 2025, 3:25 PM IST

Updated : Feb 15, 2025, 3:40 PM IST

કચ્છ: દેશના અતિ દુર્લભ તથા ગુજરાતમાં માત્ર કચ્છમાં જ જોવા મળતા કેરેકલ કે જેને સ્થાનિક ભાષામાં હેણોતરોના નામે ઓળખવામાં આવે છે. હેણોતરાને તેના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે ભુજ તાલુકાના ચાડવા રખાલમાં કેરેકલ પ્રજનન અને સંરક્ષણ વિસ્તાર તરીકે વ્યવસ્થાપિત કરવામાં આવ્યું છે. ત્યાં વનવિભાગના ટ્રેપ કેમેરામાં પ્રથમ વખત હેણોતરોની તસવીર કેદ થઈ છે.

દુર્લભ પ્રાણી વનવિભાગના સંશોધન અને વિશ્લેષણ માટેના ટ્રેપ કેમેરામાં કેદ:

કચ્છના ચાડવા રખાલમાં કેરેકલના સંશોધન માટે કચ્છના વનવિભાગ દ્વારા કેરેકલ બ્રિડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટરમાં 100 જેટલા ટ્રેપ કેમેરા મુકવામાં આવ્યા હતા, જેમાં હાલમાં જ હેણોતરાની તસવીર કેદ થઈ છે. આ પ્રાણી ભારતમાં અત્યંત દુર્લભ વન્યજીવ છે અને ગુજરાતમાં માત્ર કચ્છ જિલ્લામાં જ જોવા મળે છે.

કચ્છના ચાડવા રખાલમાં કેરેકલ બ્રિડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટરના ટ્રેપ કેમેરામાં કેદ થયો દુર્લભ હેણોતરો (Etv Bharat Gujarat)

હેણોતરો બ્રીડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા સરકાર દ્વારા 10 કરોડ રૂપિયા ફાળવાયા હતા:

કચ્છમાં અનેક પ્રાકૃતિક ધરોહર આવેલી છે જે પૈકીની ભુજ તાલુકાના સામત્રા ગામ પાસે આવેલ ચાડવા રખાલ છે. જ્યાં 4900 હેક્ટર જમીનનો કબ્જો કચ્છના પૂર્વ રાજવી પરિવારએ રાજ્ય સરકારના વનવિભાગને સોંપ્યો હતો. ચાડવા રખાલ વિસ્તારમાં હેણોતરો બ્રીડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા સરકાર દ્વારા 10 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં કેરેકલ-હેણોતરો ઉપરાંત જરખ, દીપડા, મગર, નોળિયા, ચિંકારા, ઘોર ખોદીયું, શિયાળ જેવા 28 જેટલા સસ્તન, 28 જેટલા સરિસૃપ અને 242 જેટલા વિહંગ પ્રજાતિ મળી કુલ 296 જેટલી પ્રજાતિની પ્રાણી અને જૈવ વિવિધતા જોવા મળે છે. તો સાથે જ આ વન વગડામાં 243 જેટલી પ્રજાતિની વનસ્પતિ વૈવિધ્યતા પણ જોવા મળે છે.

હેણોતરો પ્રથમ વખત કેદ થતા વનવિભાગને સફળતા:

હાલમાં વન વિભાગ દ્વારા કચ્છના ચાડવા રખાલમાં 100 જેટલા ટ્રેપ કેમેરા મૂકીને શરમાળ પ્રકૃતિના પ્રાણી એવા હેણોતરોની દિનચર્યા, તેના ખોરાક તેની નિવસનતંત્ર અને તેની વસ્તી મુદ્દે હાલમાં વન વિભાગ દ્વારા સંશોધન કરવામાં આવી રહ્યું છે. જેમાં તાજેતરમાં ટ્રેપ કેમેરામાં હેણોતરો પ્રથમ વખત કેદ થતા વનવિભાગનો સફળતા મળી છે.

કેમેરામાં કેદ થયો દુર્લભ હેણોતરો
કેમેરામાં કેદ થયો દુર્લભ હેણોતરો (Etv Bharat Gujarat)

હેણોતરા વિશે માહિતી: હેણોતરો પ્રાણીની વાત કરવામાં આવે તો આ પ્રાણી ખૂબ જ રૂપાળું, મધ્યમ ઊંચાઈ ધરાવતું બિલાડી કુળનું પ્રાણી છે. જેનું સરેરાશ આયુષ્ય 12થી 17 વર્ષનું છે, વજન 15થી 20 કિલો જેટલું હોય છે. હેણોતરો 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તેની લંબાઈ 1.6 ફૂટ જેટલી તો ઊંચાઈ 2.5 ફૂટ જેટલી હોય છે. માદા હેણોતરોનું ગર્ભાધાન સમય 75થી 79 દિવસ હોય છે. ઘાસમાં ચરતાં પક્ષીઓના ટોળામાંથી કેટલાક પક્ષીઓ તથા હરણના કદનાં નાનાં પ્રાણીઓનો શિકાર કરવામાં હેણોતરો સક્ષમ હોય છે. આમ તો આ પ્રાણીનું મુખ્ય ખોરાક કૃતંકો એટલે કે ઉંદર જેવા પ્રાણીઓ, પક્ષીઓ તથા સસલાં છે.

શરમાળ પ્રકૃતિનું પ્રાણી છે જે ભાગ્યે જ જોવા મળે: હેણોતરો ખૂબ શરમાળ પ્રકૃતિનું પ્રાણી છે જે ભાગ્યે જ જોવા મળતું હોય છે. મુખ્યત્વે આ પ્રાણી ઘાસિયા-શુષ્ક, અર્ધશુષ્ક ઝાંખરાવાળા જંગલોમાં રહેતું હોય છે. હેણોતરો વર્ષમાં એક વાર પ્રજનન કરતો હોય, માદા સામાન્ય રીતે 2થી 6 જેટલા બચ્ચાંને જન્મ આપે છે. પરંતુ તેની કોઈ ચોક્કસ પ્રજનન ઋતુ હોતી નથી. હેણોતરો પ્રાણીનું બચ્ચું નાનું હોય ત્યારે તેને સહેલાઈથી તાલીમ આપી શકાય છે. કચ્છના નારાયણ સરોવર અભયારણ્ય, કચ્છના મોટા અને નાના રણમાં તેમજ બન્નીમાં ઘાસિયા વિસ્તારમાં જોવા મળે છે.

10 ફૂટ સુધી કૂદકો મારી શકે છે: હેણોતરો બિલાડીના કુળનું પ્રાણી છે જે 10 ફૂટ સુધી કૂદકો મારી શિકારને નથી છોડતું તે હવે રાષ્ટ્રીય સ્તરે લુપ્તપ્રાય વન્યજીવની અનુસૂચિમાં મુકવામાં આવ્યું છે. હેણોતરો ગુજરાતમાં માત્ર કચ્છમાં જ બચ્યા છે. રાજ્ય વન વિભાગ દ્વારા વર્ષ 2016 ની વસ્તી ગણતરીમાં કચ્છમાં માત્ર 9 જ હેણોતરા હોવાનો આંકડો સામે આવ્યો હતો.

હેણોતરો ખૂબ શરમાળ પ્રકૃતિનું પ્રાણી છે
હેણોતરો ખૂબ શરમાળ પ્રકૃતિનું પ્રાણી છે (Etv Bharat Gujarat)

વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ અનુસૂચિ 1 માં: ઉલ્લેખનીય છે કે, હેણોતરાને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ અનુસૂચિ 1 માં મુકવામાં આવ્યો છે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે IUCN રેડ લીસ્ટ મુજબ તે લિસ્ટ કન્સર્ન એટલે ઓછી ચિંતાના વિષયમાં છે. દિવસે દિવસે હેણોતરાના ઘટી રહેલા નિવાસ સ્થાનના કારણે હવે તે લુપ્તપ્રાય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

  1. હવે ઝીબ્રા જોવા આફ્રિકા નહીં જવું પડે ! જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં "આફ્રિકન પ્લેન ઝીબ્રા"નું આગમન
  2. ગીરમાં વન્યજીવોના અકસ્માત અટકાવવામાં મળશે મદદઃ ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ શરૂ, જાણો શું છે આ

Last Updated : Feb 15, 2025, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.