હૈદરાબાદ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આગામી ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તેના લાઈવ પ્રસારણ વ્યવસ્થાની વિગતો જાહેર કરી છે, જે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજાનારી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની નવમી સિઝનમાં કુલ આઠ ટીમો ભાગ લેશે, જે પાકિસ્તાન અને યુએઈમાં 19 દિવસ સુધી ચાલશે. તમને જાણવી દઈએ કે આ વખતે અફઘાનિસ્તાન તેની પહેલી ચેમ્પિયન્સ ટ્રોફી રમશે.
All the details on how you can watch the #ChampionsTrophy 2025 across the globe 📺 👀https://t.co/0mCzdMw90n
— ICC (@ICC) February 15, 2025
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 લાઇવ સ્ટ્રીમિંગની સંપૂર્ણ વિગતો:
ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં 15 મેચો રમાશે, જે વિશ્વભરના ચાહકોને રોમાંચક અનુભવ આપશે. આ ઉપરાંત ભારતમાં, JioStar નેટવર્ક ચેમ્પિયન્સ ટ્રોફીનું પ્રસારણ કરશે, જે ચાહકોને ICC ઇવેન્ટની દરેક મેચનું લાઈવ પ્રસારણ પ્રદર્શિત કરશે.
ડિજિટલ પ્લેટફોર્મ પર પહેલી વાર, ICC ટુર્નામેન્ટનું 16 ફીડ્સમાં લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે, જેમાં અંગ્રેજી, હિન્દી, મરાઠી, હરિયાણવી, બંગાળી, ભોજપુરી, તમિલ, તેલુગુ અને કન્નડ એમ નવ અલગ અલગ ભાષાઓનો સમાવેશ થશે. JioHotstar પર લાઇવ સ્ટ્રીમિંગ ચાર મલ્ટી-કેમ ફીડ્સ દ્વારા બતાવવામાં આવશે. ટેલિવિઝન પર, અંગ્રેજી ફીડ ઉપરાંત, નેટવર્ક સ્ટાર સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ18 ચેનલો પર હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડમાં કવરેજ પ્રદાન કરશે.
When two worlds come together, the extraordinary takes shape. #JioHotstar #InfinitePossibilities pic.twitter.com/1eW3qGUPsG
— JioHotstar (@JioHotstar) February 14, 2025
બે વર્ષ પહેલાં 2023 માં, દેશની ફ્રેન્ચાઇઝ ક્રિકેટ લીગના લાઇવ સ્ટ્રીમિંગના અધિકારો મેળવ્યા પછી, Jio સિનેમા એપ અને વેબસાઇટ પર દરેક મેચ નિહાળવાનું મફતમાં ઉપલબ્ધ હતું. પરંતુ આ વખતે, જિયો સિનેમા નહીં, પરંતુ નવી સ્ટ્રીમિંગ એપ 'જિયોહોટસ્ટાર' પર ચેમ્પિયન્સ ટ્રોફીનું લાઇવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ થશે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગયા વર્ષે વોલ્ટ ડિઝની સાથે એક નવું સાહસ બનાવવા માટે $8.5 બિલિયનનો કરાર કર્યો હતો. તે સંયુક્ત સાહસની નવી સ્ટ્રીમિંગ એપ 'JioHotstar' છે.
પ્રસારણ વિગતો (ટીવી અને ડિજિટલ):
- ભારત: જિયોસ્ટાર (જિયો હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ, સ્ટાર અને નેટવર્ક 18 ચેનલો પર ટેલિવિઝન કવરેજ)
- પાકિસ્તાન: પીટીવી અને ટેન સ્પોર્ટ્સ, સ્ટ્રીમિંગ વિકલ્પો: માઇકો અને તમાશા એપ્લિકેશન
Uniting India’s Favourites: Sports + Entertainment.
— JioHotstar (@JioHotstar) February 15, 2025
All in one app - #JioHotstar.#Infinite Possibilities pic.twitter.com/xr2MHmSCjS
રેડિયો પ્રસારણ વિગતો:
ભારત: ઓલ ઇન્ડિયા રેડિયો
પાકિસ્તાન: HUM 106.2 FM
આ પણ વાંચો: