જુુનાગઢ: આવતીકાલે એટલે કે 16મી ફેબ્રુઆરીના રોજ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાવા જઈ રહી છે, ત્યારે પાકિસ્તાનમાંથી જૂનાગઢમાં લગ્ન કરીને ભારતના નાગરિક બનેલા હેમા આહુજા નામના મહિલા મતદારનું નામ કોર્પોરેશનના વોર્ડ નંબર 14મા હતું, પરંતુ આ વોર્ડ બિનહરીફ વિજેતા જાહેર થતાં, તેઓ પ્રથમ વખત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોતાનો મત ન આપી શકવાને કારણે થોડો વસવસો વ્યક્ત કરી રહ્યાં છે, પરંતુ નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જુનાગઢનો વિકાસ કરશે તેવો આશાવાદ પણ ધરાવી રહ્યાં છે.
પાકિસ્તાનથી ભારત આવેલા મહિલા મતદાર અને મતદાન
16મી ફેબ્રુઆરીના દિવસે જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાવા જઈ રહી છે, ત્યારે પાકિસ્તાનથી જૂનાગઢમાં લગ્ન કરીને ભારતના નાગરિક બનેલા હેમાં બેન આહુજા આ વખતે પ્રથમ વખત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમના મત નો અધિકાર પ્રાપ્ત કર્યો હતો પરંતુ હેમાબેન નું નામ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 14ની મતદાર યાદીમાં સામેલ છે.
આ વોર્ડ મતદાન પૂર્વેજ બિનહરીફ વિજેતા જાહેર થતાં હેમાબેન આહુજા પ્રથમ વખત કોર્પોરેશનમાં પોતાનો મત આપવાને લઈને વંચિત રહ્યા છે, જેનું તેમને દુઃખ છે. પરંતુ 16મી તારીખે જ્યારે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે આવા સમયે નવા નગરસેવકો સમગ્ર જૂનાગઢનો યોગ્ય દિશામાં વિકાસ કરશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો, પ્રથમ વખત જૂનાગઢ મનપાની ચૂંટણીમાં મતદાન કરવા માટે ખૂબજ ઉત્સાહિત હતા. હેમાબેન પાકિસ્તાનમાંથી ભારતના નાગરિક બન્યા બાદ પ્રથમ વખત કોર્પોરેશનમાં મતદાન કરવાના હતા, પરંતુ તેમનો વોર્ડ બિનહરીફ વિજેતા થતા તેઓ પ્રથમ વખત જુનાગઢ કોર્પોરેશનમાં મત આપવાથી વંચિત રહ્યા છે, હવે તેઓ પાંચ વર્ષ બાદ ફરીથી પ્રથમ વખત કોર્પોરેશન માટે તેમનું મતદાન કરશે.
![હેમા આહુજા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-02-2025/gj-jnd-01-voter-vis-01-byte-01-pkg-7200745_15022025125042_1502f_1739604042_217.jpg)
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં જન્મ્યા હતા હેમાબેન
હેમાબેન આહુજાનો જન્મ પાકિસ્તાનના મીરપુર ખાસના સિધ પ્રાંતમાં થયો હતો. આજે તેમના માતા અને પિતાની સાથે તમામ પરિવારજનો અને સંબંધીઓ પાકિસ્તાનના નાગરિક છે, અને મીરપુર ખાસમાં રહે છે, તેમના લગ્ન જુનાગઢના મનીષ આહુજા સાથે થયા હતા ત્યાર બાદ હેમાબેનને વર્ષ 2019માં ભારત સરકારે ભારતના નાગરિક તરીકેની માન્યતા આપી હતી. ત્યારબાદ આવેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં હેમાબેન આહુજાએ પ્રથમ વખત લોકસભા માટે મતદાન કર્યું હતું. ત્યારબાદ ચૂંટણીની આ બીજી ઘટના તેમના ભારતના નાગરિક બન્યા બાદ આવી હતી. જેમાં તેઓ જુનાગઢ મનપા માટે મતદાન કરવા ખૂબ ઉત્સાહિત હતા, પરંતુ તેમનો વોર્ડ બિનહરીફ થતા તેઓ મતદાન કરી શક્યા નથી તેનું દુઃખ છે, પરંતુ નવી મનપામાં જુનાગઢના વિકાસ માટે સારું કામ કરશે તેઓ આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
![પાકિસ્તાનમાંથી જૂનાગઢમાં લગ્ન કરીને ભારતના નાગરિક બનેલા હેમા આહુજા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-02-2025/gj-jnd-01-voter-vis-01-byte-01-pkg-7200745_15022025125042_1502f_1739604042_345.jpg)
પાકિસ્તાનમાં નથી કર્યું એક પણ વાર મતદાન
હેમાબેન તેમના સમગ્ર પરિવાર સાથે પાકિસ્તાનના મીરપુર ખાસ સિંધ પ્રાંતમાં રહેતા હતા, તેમનું નામ પાકિસ્તાનની મતદાર યાદીમાં તેમના સમગ્ર પરિવાર સાથે સામેલ કરવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ ક્યારેય પણ પાકિસ્તાનની કોઈ પણ ચૂંટણીમાં મતદાતા તરીકે ક્યારેય મત આપ્યો ન હતો. પ્રથમ વખત તેઓ ભારતના મતદાર બન્યા અને ભારતમાં જ પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત કરવામાં એક મતદાતા તરીકે તેઓ ખૂબ જ ઉત્સાહિત હતા તેમના જીવનમાં મતદાતા તરીકેનો આ બીજો પ્રસંગ હતો, પરંતુ સંજોગો અનુસાર તેઓ આ વખતે તેમના વોર્ડમાં ચૂંટણી ન હોવાને કારણે મત આપવાથી વંચિત રહ્યા છે.