ગાંધીનગરના દોલારાણા વાસણામાં ચુડવેલ જીવાતનો ત્રાસ, જુઓ વીડિયો - latest news of coronavirus
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ સાબરમતી નદીના કાંઠે આવેલા દોલારાણા વાસણા ગામમાં ચુડવેલનો ત્રાસ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ગામમાં કોરોના વાઈરસના કેસ પણ વધી રહ્યાં છે. એવા સમયે ઘરમાં રહેવું ગ્રામજનો માટે મુશ્કેલ બન્યું છે, ત્યારે આ ગામના લોકો જાય તો ક્યાં જાય? જેવી મુશ્કેલી અનુભવી રહ્યાં છે. ખાસ કરીને નદી કિનારે આવેલા ગામમાં વરસાદ કારણે આ પ્રકારની જીવાત એકાએક જમીનમાંથી બહાર નીકળી છે. ગામના આગેવાન રણજીતજી ઠાકોરે કહ્યું કે, એકાએક ચુડવેલ જીવાતનો ત્રાસ ગામમાં મુશ્કેલીઓ સર્જી રહ્યો છે. કોરોનાના કેસ સામે આવ્યાં છે, જેને લઈને ગ્રામજનો બહાર નીકળતા નથી, પરંતુ ચુડવેલના કારણે ઘરમાં પણ શાંતિ મળતી નથી. જ્યાં જુઓ ત્યાં આ પ્રકારની જીવાત ફરતી નજરે પડે છે. જમીન ઉપર પગ મુકવા જઇએ તો પગ ઉપર ચડી જાય છે, ત્યારે જઈએ તો ક્યાં જઈએ.