વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવેશ થતાં કરોળિયાના ગ્રામજનોનો વિરોધ - વડોદરા કોર્પોરેશનની હદમાં વધારો
🎬 Watch Now: Feature Video

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં વધારો કરવા માટે ઉંડેરા, ભાયલી, સેવાસી, બીલ, વેમાલી, વડદલા અને કરોળિયા ગામને કોર્પોરેશનમાં સમાવવામાં આવ્યા છે. જેથી ગુરુવારે કરોળિયાના ગ્રામજનોએ થાળી વગાડી અને કોર્પોરેશનનું પૂતળું સળગાવી ઉગ્ર વિરોધ કર્યો હતો. આ વિરોધ દરમિયાન ગ્રામજનોએ મ્યુનિસિપલ કોર્પોરેશન હાય હાયના સુત્રોચ્ચાર પણ કર્યાં હતાં.