નવસારીમાં સિંધી સમાજે ચેટી ચાંદની ઉજવણી મોકૂફ રાખી, ઘરે જ ઝૂલેલાલની પૂજા કરશે - navsari news
🎬 Watch Now: Feature Video
નવસારીઃ કોરોના વાઇરસની મહામારીના પ્રકોપ વચ્ચે બુધવારે જિલ્લાના સિંધી સમાજે સાદાઈથી પોતાના નવા વર્ષને ઉજવ્યુ હતું. તેમજ આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે, જેની સાથે જ સિંધી સમાજનો પણ પાવન તહેવાર ચેટી ચાંદ છે. જિલ્લામાં વસેલો સિંધી સમાજ દર વર્ષે ચેટી ચાંદના પાવન અવસરે ગુરુબાની સહીત વિભિન્ન ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદનું પણ આયોજન કરે છે, પરંતુ કોરોના વાઇરસની મહામારીને કારણે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા લોક ડાઉનને પગલે સિંધી સમાજે ચેટી ચાંદ પર્વનાં તમામ ધાર્મિક કાર્યક્રમો રદ્દ કરવા સાથે જ સાદાઈથી નવા વર્ષને વધાવ્યું હતુ અને સિંધી સમાજના અગ્રણીઓએ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી. તેમજ ઘરમાં જ વરૂણ દેવતાની પૂજા અર્ચના કરી ચેટી ચાંદનો તહેવાર મનાવવા સાથે ચેટી ચાંદના વધામણા કર્યા હતાં.