જૂનાગઢમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી રોપ વે નું પ્રસ્થાન કરાવશે - વડાપ્રધાન મોદી
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ : એશિયાના સૌથી લાંબા ગિરનાર 'રોપ વે' ને વડાપ્રધાન મોદી દિલ્હીથી વર્ચ્યુઅલ મીડિયાના માધ્યમથી રાષ્ટ્રને સમર્પિત કરશે. જૂનાગઢમાં મુખ્યપ્રધાન રુપાણીની વિશેષ ઉપસ્થિતિની વચ્ચે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી રોપ વે સ્થળ પર હાજર રહી રોપ વે નું પ્રસ્થાન કરાવશે. 60 વર્ષ પહેલાંનું સ્વપ્ન આજે હકીકત બનવા જઇ રહ્યું છે.