જામનગરમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ - જામનગર
🎬 Watch Now: Feature Video
જામનગર: રાજ્ય પર 'મહા' વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે જામનગરના દરિયા કિનારે વાવાઝોડાને કારણે કરંટ જોવા મળી રહ્યો છે. જેને લઇને માછીમારોને દરિયો ન ખેડવા અંગે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જામનગર બોટ એસોસીએશનની 334 જેટલી બોટને પરત બોલાવી લેવામાં આવી છે તથા 6 લાપતા બોટનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 'મહા'ને લઇને સાવતચેતીના ભાગરૂપે ફાયર બ્રિગેડ તથા NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
Last Updated : Nov 5, 2019, 10:04 PM IST