અમદાવાદ: ઈમરાન ખેડાવાલા જે નર્મદા હોલમાં હાજર હતા તેને સેનિટાઈઝ કરવામાં આવ્યો - gandhinagar covid-19 news
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે ઇમરાન ખેડાવાલાએ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં મુખ્યપ્રધાન સહિતના આગેવાનો સાથે બેઠક યોજી હતી જેથી બેઠકની જગ્યા તથા સમગ્ર સ્વર્ણિમ સંકુલને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે અગાઉ તેમણે ગાંધીનગરમાં સીએમ સાથે બેઠક કરી હતી અને નર્મદા હોલમાં પત્રકાર પરિષદ પણ સંબોધી હતી જેને લઈને મેડિકલ વિભાગ દ્વારા નર્મદા હોલ સહિત સમગ્ર સ્વર્ણિમ સંકુલ-1ને સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું.
Last Updated : Apr 15, 2020, 1:23 PM IST