મહા વાવાઝોડાની અસર, હાંસોટના વમલેશ્વરનો હોડી ઘાટ બંધ, 250 પરિક્રમાવાસીઓ પરત ફર્યા
🎬 Watch Now: Feature Video
ભરુચઃ હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામે મહા વાવાઝોડાની અસરના પગલે હોડી ઘાટ બંધ થતાં 250 જેટલા પરિક્રમાવાસીઓ પાછા ફર્યા છે અને 40 જેટલા પરિક્રમાવાસીઓ વમલેશ્વર ધર્મશાળામાં રોકાયા છે. મહા વાવાઝોડું સમેટાઈ પછી પરિક્રમા કરવા માટે નીકળે ત્યાં સુધીનું જમવા તથા રહેવાની પૂરેપૂરી સગવડ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. માં નર્મદાની પરિક્રમા માટે દરવર્ષે દેશભરમાંથી હજારોની સંખ્યામાં અમરકંટકથી પગપાળા અને વાહનો દ્વારા પરિક્રમા કરે છે. હાલમાં અરબી સમુદ્રના વાતાવરણમાં પલટો આવતા મહા વાવાઝોડાની અસરના પગલે સરકાર દ્વારા દરિયાઈ મુસાફરી કે માછીમારને બોટ ન લઈ જવાનું જાહેર કરતાં ચારેક જેટલી પરિક્રમાવાસીઓની બસ પાછી ફરી છે.