અરવલ્લીના માલપુરમાં મુશળધાર વરસાદ વરસ્યો - અરવલ્લી ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ જિલ્લાના માલપુર પંથકમાં શુક્રવારે બપોરના સુમારે વાતાવરણમાં એકાએક પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો . મેઘરાજા મન મૂકીને વરસતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ભર બપોરે રાત્રી જેવો માહોલ સર્જાતા વાહનચાલકોએ વાહનોની લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. છેલ્લા બે દિવસના ઉકળાટ અને અસહ્ય બફારા બાદ મેઘ મેહર થતાં લોકોએ રાહત અનુભવી હતી અને ખેતીને જીવનદાન મળ્યુ હતું. તો બીજી બાજુ નગરના નીચાણવાળા વિસ્તારો તેમજ બજારમાં ઢીચણ સમા પાણી ભરાઇ ગયા હતા.