રાજકોટ: પડધરી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, પડધરીમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ - rajkot news
🎬 Watch Now: Feature Video
રાજકોટ: પડધરીમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા તાત્કાલિક NDRFની ટીમ રાજકોટ SRP ટીમ દ્વારા 450થી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ છે. SRP ટીમ પડધરી પહોંચી હતી અને PSI પડધરી મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહી લોકોનું સ્થળાંતર કર્યુ હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું પડધરી તાલુકામાં કોઈપણ જગ્યાએ વધુ વરસાદના કારણે કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો કંટ્રોલ વિભાગમાં સંપર્ક કરવા જણાવ્યું હતું. પડધરી પોલીસ સ્ટેશન PSI જે.વી.વાઢીયા તથા કોન્સ્ટેબલ યુવરાજસિંહ પોતાના જીવના જોખમે લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા હતા.