ગોંડલ અને ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે અડધો ઇંચ વરસાદ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. શુક્રવારના રોજ વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા ગોંડલના નેશનલ હાઇવે પર પીપળીયા થી ભુણાવા સુધીના હાઈવે પર ધોધમાર વરસાદ પડ્યો હતો.ગોંડલ શહેર પંથકમાં ગાજ વીજ સાથે અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગોંડલ તાલુકાના મોવિયા, પાચીયાવદર, શેમળા, ભુણાવા સહિતના ગામોમાં પણ વરસાદ ખાબક્યો હતો. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક થઇ રહી છે. ત્યારે તંત્ર દ્વારા મગફળીનો નિકાલ કરી આપવામાં આવ્યો છે. જ્યારે બાકીની જણસીઓ માર્કેટિંગ યાર્ડના છાપરામાં હોવાથી ખેડૂતોના માલને નુકસાન થયું ન હતુ.