બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બે દિવસ પહેલા હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી હતી. જેના પગલે બનાસકાંઠા જિલ્લામાં તમામ જગ્યાએ મોડી રાત્રીથી જ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. ડીસા, પાલનપુર, અમીરગઢ સહિત તમામ તાલુકામાં ધીમીધારે વરસાદ શરૂ થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અગાઉ બીજા રાઉન્ડમા શરૂ થયેલા વરસાદમાં જિલ્લાના માત્ર ચાર તાલુકામાં વાવ, થરાદ, દિયોદર અને અમીરગઢ પંથકમાં જ વરસાદ સારો થયો હતો. ત્યારે દસ જેટલા તાલુકાઓમાં વરસાદ સામાન્ય થતાં ખેડૂતો ચિંતિત હતા. પરંતુ, મોડી રાત્રીથી જિલ્લામાં ધીમીધારે વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આગામી સમયમાં હજુ પણ હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ વરસે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.