જામનગર: ગુજરાત પાસે 1600 કિમીનો દરિયાકાંઠો છે, ત્યારે દરિયાકાંઠે રહેતા માછીમારો દરિયો ખેડવા દૂર દૂર સુધી જતા હોય છે ત્યારે ઘણીવાર પાકિસ્તાન આપણા ભારતીય માછીમારોનું અપહરણ કરી લેતી હોય છે.
ભારતીય કોસ્ટ ગાર્ડે 7 માછીમારોને બચાવ્યા: ભારત-પાકિસ્તાન જળસીમા નજીકથી પાકિસ્તાન મરીન સિક્યુરીટીએ ભારતીય બોટ કાલ ભૈરવમાંથી 7 માછીમારોની ધરપકડ કરી હતી અને પાકિસ્તાન લઈ જઈ રહ્યા હતા. આ વાતની જાણ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને થતાં તેઓએ લગભગ 2 કલાક સુધી પાકિસ્તાની શિપનો પીછો કર્યો હતો અને ભારતના તમામ 7 માછીમારોને છોડાવી ઓખા પરત લાવ્યા હતા. આ રેસ્ક્યુનો વિડીયો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
પાકિસ્તાન મરીનના ગંદા ઇરાદા પર પાણી ફેરવાયું: ભારતીય દરિયામાં અનેક વખત પાકિસ્તાની સિક્યુરિટી ઘૂસીને ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવી હોય એવી અનેક ઘટનાઓ બની છે. જેના લીધે ઘણા ભારતીય માછીમારો વર્ષો સુઘી પાકિસ્તાનની જેલમાં બંધ છે. ત્યારે પાકિસ્તાનના આ ગંદા ઇરાદા પર ભારતીય કોસ્ટ ગાર્ડે પાણી ફેરવી દિધું છે.
આ પણ વાંચો: