પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ નીમિત્તે પસવાદળના વિરેશ્વર મંદિરમાં હવનનું આયોજન
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા: પવિત્ર શ્રવણ મહિનો પૂર્ણ થવા આવ્યો છે. જેને લઈને શ્રધ્ધાળુઓ ઘણા મંદિરોમાં જઈને દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. વડગામ તાલુકાનું પસવાદલ ગામ ધાર્મિક મહત્વ ધરાવે છે. જેથી અહીંયા આવેલા પૌરાણિક વિરેશ્વર મંદિરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગામના લોકોએ હર્ષભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત વિધીવત રીતે હવન અને આરતી કરી મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો. ગત ઘણા વર્ષોથી અહીંયા હવન કરવામાં આવે છે અને લોકોની આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર બનેલા આ મંદિરમાં લોકોની મનોકામનાઓ પૂર્ણ થતાં લોકોનો ભારે ઘસારો પણ રહે છે.