હેલ્મેટ પહેરીને માત્ર વાહન જ ન ચલાવાય, ગરબા પણ રમાય..!, જુઓ વીડિયો - અનોખા ગરબા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 21, 2019, 9:45 AM IST

Updated : Sep 21, 2019, 10:12 AM IST

ગોંડલઃ સરકારના નવા કાયદામાં હેલ્મેટ ન પહેરનારને આકરા દંડની જોગવાઈ કરે છે. ત્યારે હેલ્મેટ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ગોંડલમાં વાંણદ સમાજ દ્રારા વેલકમ નવરાત્રીમાં ખાસ હેલ્મેટ રાસનું સ્વસ્તિક પાર્ટી પ્લોટમાં આયોજન કરાયું હતું. આ વેલકમ નવરાત્રીમાં ખેલૈયાઓએ ટ્રેડિશનલ પહેરવેશ સાથે હેલ્મેટ પહેરી રાસની રમઝટ બોલાવી હતી. ખેલૈયાઓએ હેલ્મેટ પહેરી ગરબા રમી સરકારના કાયદાનું સમર્થન કર્યું હતું. આ અંગે આયોજકોનું કહેવું છે કે, હેલ્મેટ રાસ યોજવા પાછળનો હેતુ લોકોમાં હેલ્મેટ અંગે જાગૃતિ આવે એ માટેનો છે. દરેક વાહનચાલકોએ હેલ્મેટ પહેરવા ખેલૈયાઓ અને આયોજકોએ અપીલ કરી. હેલ્મેટ સાથેના આ ગરબા સમગ્ર ગોંડલ અને રાજકોટમાં ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.
Last Updated : Sep 21, 2019, 10:12 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.