સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે GIDC કોઝવે પર ગાબડા પડ્યા
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ જિલ્લાના વઢવાણમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક કોઝવે, નાળા અને પુલનું ધોવાણ થયું છે. વઢવાણ શહેરને જોડતા GIDC કોઝવે પર ભારે વરસાદને પગલે ગાબડાઓ પડી જતાં અનેક વાહનચાલકોને હાલાકી પડી રહી છે. દર ચોમાસામાં આ કોઝવે તૂટી જતા તંત્રની નબળી કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા હલકી ગુણવત્તાની કામગીરીને કારણે વારંવાર કોઝવે તૂટી જતાં તંત્રની બેદરકારી સામે લોકો આક્ષેપ કરી રહ્યા છે.