ગોધરા ખાતે ધર્મપરિવર્તન થયું હોવાની વાતને લઈ હોબાળો વિશ્વ હિદુ સંગઠને પોલીસમાં અરજી કરી - Divsion Police
🎬 Watch Now: Feature Video
હાલ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે ધર્મપરિવર્તનના આક્ષેપો સામે આવી રહ્યા છે.ગોધરાના ખાતે વિશ્વ હિદુ સંગઠનને (Hindu Organisation) માહિતી મળી હતી કે ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં નડિયાદથી 10 થી વધુ લોકો હિદુ પરિવારને ખ્રિસ્તિ ધર્મમાં પરિવર્તન કરવા સાટે જબરદસ્તી કરે છે.આ વિશે માહિતી મળતા ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં આવેલ એક મકાનમાં ધર્મપરિવર્તન કરાવાતું હોવાના આક્ષેપ સાથે લોકોનો હોબાળો મચ્યો હતો.હોબળા બાદ પોલીસે મકાનમાં તપાસ કરતા મકાનમાંથી નડિયાદથી આવેલા 10 ઉપરાંત ખ્રિસ્તીધર્મના લોકો મળી આવ્યા હતા .જેમાં મકાન માલિકની પૂછપરછ દરમિયાન બર્થડે પાર્ટી હોઈ મિત્રોને બોલાવ્યા હોવાનું જણાવ્યું તો બીજી તરફ ધર્મપરિવર્તન માટે જ કાર્યવાહી થતી હોવાની સ્થાનિકોની ઉગ્ર રજુઆત કરાઇ હતી. રજૂઆતને પગલે તમામ લોકોને પોલીસ મથકે લઈ જઈ પૂછપરછની કાર્યવાહી કરાઈ હતી. જેમાં હિન્દુ સંગઠન દ્વારા બાબતે એ ડિવિઝન પોલીસ મથકે(Divsion Police)એક અરજી આપવામાં આવી છે. જેમાં પોલીસે અરજીના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે