દમણમાં શેરી ગરબાની રમઝટ - વાપીમાં નવરાત્રી
🎬 Watch Now: Feature Video
દમણ: આદ્યશક્તિ આરાધનાના પર્વ નવરાત્રીના પહેલા નોરતે વાપી, દમણ અને સેલવાસમાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતાં. આ વિસ્તારમાં પાર્ટી પ્લોટના ગરબામાં જવાને બદલે ખેલૈયાઓએ સોસાયટીમાં અને શેરીઓમાં જ ગરબાની રમઝટ બોલાવી હતી. ખેલૈયાઓ અવનવા પરિધાનમાં સજ્જ થઈ મણિયારો રાસથી માંડીને અન્ય પ્રાચીન ગરબાના તાલે ગરબે ઘૂમ્યા હતા. નવરાત્રીના નવ દિવસ ગુજરાતની દરેક શેરી અને સોસાયટીમાં ગરબાનું આયોજન થાય છે. જેમાં નાના મોટા સૌ કોઈ ગરબે ઘૂમી ગરબાની રમઝટ બોલાવે છે. વાપીમાં પણ નવરાત્રીના પ્રથમ દિવસે વિવિધ શેરીઓ અને સોસાયટીમાં ગરબાનું આયોજન થયું છે.