જામનગરમાં PGVCLનાં દરોડાનો દોર ચોથા દિવસે પણ યથાવત - PGVCL raid in jamnagar
🎬 Watch Now: Feature Video
જામનગરઃ શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વીજ ચેકીંગ ચાલી રહ્યું છે. ખાસ કરીને શહેરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ(PGVCL)ના દરોડાનો દોર સતત ચાલુ છે. શુક્રવારે વીજ કંપનીની 38 ટીમો દ્વારા એક્સ-આર્મીમેન તથા પોલીસને સાથે રાખી દરોડા પાડવામાં આવી રહ્યા છે. લાખોની વીજચોરી ઝડપાઇ તેવી શક્યતા છે. શહેરના દિગ્વિજય પ્લોટ, શંકરટેકરી, પવનચક્કી, ધરારનગર વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં 30 લાખથી વધુની વીજચોરી ઝડપી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં કારખાનેદારો મોટા પ્રમાણમાં વીજચોરી કરતા હોવાનું બહાર આવ્યું છે.