લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે ફ્લેગમાર્ચ - Flag march between the ironclad policema
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5440682-thumbnail-3x2--policeee.jpg)
વડોદરાઃ નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં ગુરુવારના રોજ વડોદરા બંધનું એલાન આપવામાં આવ્યું હોવાની અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેર પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જો કે શુક્રવારના રોજ પણ કોઇ પણ પ્રકારની ઉશ્કેરણીનો પ્રયાસ ન થાય તે માટે પોલીસ કમિશ્નરે બે હજાર પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી