સાયલામાં અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ, 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત - સુરેન્દ્રનગરમાં ફાયરિંગ
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં અવાર-નવાર ફાયરિંગના બનાવ બનતા જોવા મળે છે. આ કડીમાં એક ઘટનાનો વધારો થયો છે. સાયલા તાલુકાના કવોરી પાસે 2 શખ્સો પર અજાણ્યા શખ્સોએ 3 રકાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગના બનાવમાં 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. જેથી આ બન્ને વ્યક્તિઓેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે દોળી આવી હતી. ત્યારબાદ પોલીસે ફાયરિંગ કરનારા આરોપીની ધરપકડ કરવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.