અરવલ્લી: મેઘરજ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતો પરેશાન - farmers of arvalli district
🎬 Watch Now: Feature Video

અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મેઘરજ માર્કેટ યાર્ડમાં માળખાગત સુવિધાઓના અભાવને લીધે ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 4 દિવસથી લાઇનમાં ઉભા રહેવા છતાં નંબર ન આવતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. આ કેન્દ્ર પર માત્ર બે જ વજન કાંટા અને ઓછા મજૂરો હોવાથી ખેડૂતો ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા છે. આ ઉપરાંત વાહનોના ભાડા પણ તેમને ડબલ ચૂકવવા પડી રહ્યા છે.