કેમિકલ માફિયાઓથી ખેડૂતોને ક્યારે મળશે છુટકારો..? અસનાડ ગામના ખેડૂતો કેમિકલ વાળા પાણીથી ખેતી કરવા મજબૂર - Chemical Damage to Farmers Crops
🎬 Watch Now: Feature Video
સુરત : હજી થોડા દિવસો પહેલા શહેરના સચિન GIDCમાં કેમિકલ માફિયાઓના (Chemical Mafia in Sachin GIDC) પાપે છ જેટલા નિર્દોષ લોકોના મૃત્યુ નિપજયા હતા. ત્યારે ફરી એકવાર કેમિકલ માફિયાઓ બેફામ બની નદી, ખાડીઓમાં કેમિકલ વાળું પાણી છોડી રહ્યા છે. ઓલપાડના અસનાદ ગામે પસાર થતી જીવાત ખાડીમાં અવારનવાર કેમિકલ વાળું પાણી (Chemical Water in Asnad Bay) આવતા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. ખેડૂતો પોતાના પાક માટે ખાડીનું પાણી ઉપયોગમાં લેતા હોય છે. ત્યારે કેમિકલ વાળું પાણી નજર ચડ્તાં ખેડૂતોની ફળદ્રુપ (Chemical Damage to Farmers Crops) જમીન ધીમે ધીમે બંજર બની રહી છે તેમજ આ પાણીથી ખેડૂતોને ચામડીના રોગ થઈ રહ્યા છે. આ ઉપરાંત અસંખ્ય જળચરોની મૃત્યુ થઈ રહ્યા છે. આ ઘટનાની જાણ અસનાડ ગામના ખેડૂતોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કરી છતાં કોઈ પરિણામ મળ્યું નથી. ગામના ખેડૂતોની માંગ છે કે GPCB ઘોર નિદ્રામાંથી ઉઠી અને કેમિકલ માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરે.