રાજકોટ જિલ્લાના ખેડૂત આગેવાનો અને કોંગ્રેસી નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનના પડઘા ગુજરાતમાં પડી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લાના કોંગ્રેસ અને ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા અનેક ખેડૂત નેતાઓ આગેવાનોને પોલીસ દ્વારા તેમના ઘરે જ નજરકેદ કરવામાં આવ્યા છે. જસદણ કોંગ્રેસના નેતા વિનુભાઈ ધડુક, ગોંડલ કોંગ્રેસના નેતા ભાવેશ ભાસા, ધોરાજી ખેડૂત આગેવાન દિનેશભાઇ વોરા સહિત અનેક નેતાઓને પોલીસે નજર કેદ કર્યા છે. જિલ્લાના લોધિકા, જેતપુર, ઉપલેટા સહિતના કોંગ્રેસના નેતા અને ખેડૂત આગેવાનો આંદોલનમાં જોડાઈ તે પહેલા જ પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા છે.