ETV Bharat / state

વડોદરાના જાણીતા એક્ટિવિસ્ટના આપઘાત કેસમાં પોલીસે માનીતી પુત્રી અને તેની માતાને ભાવનગરથી પકડ્યા

ચાર દિવસ પૂર્વે શહેરના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી. મૂરજાણીએ આપઘાત કર્યો હતો. આ પહેલા તેમણે અંતિમ ચીઠ્ઠી લખી હતી.

આરોપી માતા-પુત્રીની તસવીર
આરોપી માતા-પુત્રીની તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2024, 10:44 PM IST

વડોદરા: વડોદરા શહેરના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી. મૂરજાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. પરંતુ તેમને અંતિમ પગલું ભરતા પહેલા પોતાના મોબાઇલમાં સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેમણે માનેલી પુત્રી અને તેની માતાના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. જે પોતાના પરિચિત વ્યક્તિઓને સોશિયલ મીડિયા દ્વારા મોકલવામાં આવી હતી. ઘટનાના ચાર દિવસ બાદ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે બીજી તરફ અંતિમ ચીઠ્ઠીમાં જેમના ત્રાસ, માર, દબાણ કરવા માટેનો ઉલ્લેખ છે તેવા માતા-પુત્રીને પાણીગેટ પોલીસે બંને ભાવનગરના ધાર્મિક સ્થાન પાસેથી પકડી લીધા હતા.

મોબાઈલ લોકેશનના આધારે માતા-પુત્રી પકડ્યા
પાણીગેટ વિસ્તારના PI હરિત વ્યાસની ટીમ ટેક્નિકલ અને હ્યુમન રિસોર્સ થકી ચાર શંકાસ્પદ મોબાઇલ નંબર સુધી પહોંચી હતી. અને અલગ અલગ નંબર થકી માતા-પુત્રી સંપર્કમાં હોવાનું તપાસ કરતી ટીમના ધ્યાને આવ્યું હતું. નંબરના આધારે પોલીસ સૌરાષ્ટ્રના ભાવનગર સુધી પહોંચી હતી. અને તેઓને ધાર્મિક સ્થાનેથી માતા-પુત્રીને દબોચી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ બંનેને વડોદરા લાવવામાં આવ્યા હતા.

માનીતી પુત્રી અને માતા ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ
ચાર દિવસ પૂર્વે શહેરના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી. મૂરજાણીએ આપઘાત કર્યો હતો. આ પહેલા તેમણે અંતિમ ચીઠ્ઠી લખી હતી. જેમાં માનીતી પુત્રી અને તેની માતા દ્વારા તેમને ભયંકર ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પાણીગેટ પોલીસે માનીતી દિકરી અને માતાને શોધવા માટે વિવિધ ટીમો દોડાવી હતી. પી. મૂરજાણીએ જીવન ટુંકાવ્યું તે દિવસે માતા-પુત્રીના ફોનનું લોકેશન અમદાવાદ બતાવતું હતું. ત્યાર બાદ બંનેના ફોન બંધ બતાવતા હતા.

આ પણ વાંચો:

  1. સુરતમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કાફલો રોકાવી અકસ્માતમાં ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ પહોંચાડી
  2. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ PMJAY-મા યોજનામાંથી કાયમી બ્લેકલિસ્ટઃ ડોક્ટર્સ બીજે ક્યાંય નહીં કરી શકે કામ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.