સૌરાષ્ટ્રમાં વરસાદના વિરામ બાદ કપાસ-મગફળીના પાકમાં રોગચાળો ફાટ્યો - મીલીબાગ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4167732-thumbnail-3x2-rjt.jpg)
રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં મેઘમહેર બાદ વરસાદે વિરામ લેતા ઘણાં વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો છે, પરંતુ મોટા ભાગના વિસ્તારમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ખેતીકામમાં જોતરાયા ગયા છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કપાસ મગફળીમાં વ્યાપક પ્રમાણમાં રોગચાળાનો ઉપદ્રવ જોવાં મળ્યો છે. ત્યારે કપાસના પાકમાં થ્રીપ, મીલીબાગ, ફૂગ, ગુલાબી ઈયળો અને પાન પીળા પડવા સહિતના રોગ જોવા મળ્યો છે. તો બીજી તરફ મગફળીમાં ઈયળો સહિતના રોગોનો ઉપદ્રવ જોવાં મળતા ખેડૂતોની હાલત કફોડી થઈ જવાં પામી છે.