thumbnail

બાયડમાં સુજલામ સુફલામ પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો બગાડ

By

Published : Oct 20, 2019, 12:36 PM IST

અરવલ્લીઃ જિલ્લાના બાયડ તાલુકાના લીંબ ગામમા સુજલામ સુફલામ લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા તંત્રની બેદરકારી સામે આવી હતી. કેનાલની પાઇપલાઇનના વેલમાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થતા ખેડુતોમાં રોષ જોવા મળ્યો હતો. બાયડના લીંબ ગામના ખેતરોમાંથી પસાર થતી સુજલામ સુફલામ લાઈનમાં ભંગાણ સર્જાતા આસપાસના ખેડૂતોના 75 વિઘાથી વધુ જમીનમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતાં. ચોમાસા દરમિયાન અતિવૃષ્ટીના કારણે ખેડુતોનો પાક નિષ્ફળ ગયો છે, ત્યારે માંડ બચેલા પાકમાં તંત્રની બેદરકારીના કારણે પાણી ફરી વળતા પાક સંપૂર્ણ નિષ્ફળ થઇ ગયો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.